નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો સાથે રવિવારે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે શહેરના જૂનિમાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત જાણકારીના આધાર પર સુરક્ષાદળોએ આજે સવારે વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું.
પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળો વિસ્તારમાં આતંકવાદીઓની શોધ કરી રહ્યા હતા તે દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના અનેક પ્રયાસો બાદ પણ આતંકવાદીઓના પરિવારજનોના સભ્યો તેમને આત્મસમર્પણ કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
અધિકારીએ કહ્યું કે, શહેરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરના કોમર્શિયલ ક્ષેત્રોના મોટાભાગના વિસ્તારમાં લોકોનાના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં જમ્મુ કાશ્મીરમાં આ વર્ષમાં સુરક્ષાદળોએ 110થી વધુ આતંકીઓને ઠાર માર્યા છે.
જમ્મુ કાશ્મીર- શ્રીનગરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2020 05:12 PM (IST)
પોલીસ અધિકારીએ કહ્યું કે શહેરના જૂનિમાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત જાણકારીના આધાર પર સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -