નવી દિલ્હીઃ સીમા પર ગતિરોધની વચ્ચે ચીન ભારત વિરુદ્ધ વધુ એક નાપાક ચાલ ચાલવાની તૈયારીમાં છે. રિપોર્ટ છે કે ચીન ભારત પર સાયબર એટેક કરી શકે છે. જાણકારી અનુસાર ભારત પર આ એટેક 21થી શરૂ થઇ શકે છે. આ સાયબર એટેકમાં એક ઇ-મેઇલ ncov2019.gov.in થી હુમલો થઇ શકે છે. આ ઇમેઇલનો સબ્જેક્ટ -'Free Covid 19 Test' હોઇ શકે છે.


ચીની સાયબર એટેકથી બચવા માટે આ ઇમેલથી આવેલા મેલ કે અટેચમેન્ટ ના ખોલો. કહેવાઇ રહ્યું છે કે 20 લાખ લોકો ઇમેલ ટાર્ગટ પર છે. પર્સનલ અને નાણાંકીય ઇમેલ પર હુમલો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડાક દિવસો પહેલા ઓસ્ટ્રેલિયા પર પણ સાયબર એટેક થયો હતો.

ગુપ્તચર એજન્સીઓએ સાયબર એટેકને લઇને જાણકારી આપી છે, આ પછી ત્રણ-ચાર વેબસાઇટ પર નજર રાખવામાં આવી રહી છે. જાણકારી અનુસાર ચાઇનીઝ હેકર આ સાયબર એટેક માટે તૈયારીઓમાં જોડાયા છે.

શું કહેવુ છે સાયબર એક્સપર્ટનુ?
સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલે એબીપી ન્યૂઝને કહ્યું કે, આ ચેતાવણીને બિલકુલ પણ નજરઅંદાજ ના કરવી જોઇએ. તેમને કહ્યું કે, જો તમારી પાસે કોઇ અપરિચિત મેસેજ આવે છે, જે કહે છે કે કોઇ લિંક પર ક્લિક કરો, તો તમારે બિલકુલ ના કરવુ જોઇએ.
જો આવો કોઇ ઇમેલ આવે છે જેમાં તમે પરિચિત નથી, અને જે કહે છે કે કોઇ અટેચમેનેટ ડાઉનલૉડ કરવી છે, તો આવુ ના કરતા. તેમને કહ્યું કે કોરોના કાળમાં આમ પણ સાયબર ક્રાઇમ બહુ વધી ગયો છે, એટલા માટે સારુ છે કે સાયબર સુરક્ષાને લઇને આપણે લોકોએ જાગૃત થઇએ અને આને આપની જીવનશૈલીનો ભાગ બનાવી લઇએ.