નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસમાં ફરી વાર બળવો થયો છે. 30 ધારાસભ્યો મુખ્યમંત્રી અમરિન્દર સિંઘને બદલવાની તરફેણમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે. આ 30 ધારાસભ્યો આજે કેપ્ટન અમરિંદર સિંઘને હટાવવાની માગ કરશે. આ 30 ધારસભ્યોમાં કેટલાક તો કેબિનેટ મંત્રી પણ સામેલ છે. 30 ધારાસભ્યોએ કેપ્ટનને હટાવવાની મોટી માગ કરી છે. કેબિનેટ મંત્રી તૃપ્ત રાજેન્દર બાજવાના ઘેર તમામ અસંતુષ્ટ ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક મળી હતી. 


બેઠક બાદ બાજવાએ જણાવ્યું કે સીએમ સાહેબ કોંગ્રેસમાં ભાગલા પડાવવા માગે છે. મારા સહિત બધાની માગ છે કે સીએમને બદલી નાખવા જોઈએ અને તો જ કોંગ્રેસ બચી શકશે. બાજવાએ કહ્યું કે અમે આજે દિલ્હી જઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના છીએ. 


બેઠકમાં હાજર રહેલા કેબિનેટ મંત્રી સુખવિન્દર રંધાવા અને ચરણજીત સિંહ ચન્નીએ પણ કેપ્ટન પર સવાલ ઉઠાવીને તેમને બદલવાની માગ કરી હતી. મંત્રી ચરણસિંહ ચન્નીએ કહ્યું કે ચૂંટણી સમયના ઘણા વાયદાઓ હજુ અધૂરા છે. શરાબ, રેત અને કેબલ માફિયા હજુ પણ મોજૂદ છે. જે ધારાસભ્યો ગઈ વખતે નવજોત સિંહ સિદ્ધુની સાથેની બેઠકમાં હાજર હતા તે તમામ ધારાસભ્યો આ વખતની બેઠકમાં પણ હાજર રહ્યાં છે. જે ધારાસભ્યોએ સિદ્ધુ માટે કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની લડાઈમાં સાથ આપ્યો હતો, તેઓ તમામ હવે કેપ્ટન અમરિન્દરને હટાવવાની માગ કરી છે. 


ભાજપ એટલે પાટીદાર મુદ્દે હાર્દિક પટેલે શું કર્યો હુંકાર? જાણો વિગત


રાજકોટઃ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે રાજકોટ ખાતે હુંકાર કર્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના નિવેદન સામે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. પટેલ સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ પોતાનો ફાકો કાઢી નાખે. નોંધનીય છે કે, મનસુખ માંડવીયા નિવેદનમાં બોલ્યા હતા કે પાટીદાર એટલે ભાજપ અને ભાજપ એટલે પાટીદાર. ત્યારે આ મુદ્દે આજે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું.  


AVPTના હોસ્પિટલાઈઝ પ્રોફેસર વઘાસિયા અને તેના પરિવારને સાંત્વના પાઠવવા માટે હાર્દિક પટેલ પહોંચ્યા હતા. પ્રોફેસર છેલા 4 માસથી કોમામાં છે. પ્રોફેસરને 4 મહિના પહેલા કોરોના થયો હતો. ત્યાર બાદ વેન્ટિલેટર અને હવે કોમામાં ચાલ્યા ગયા છે.


નોંધનીય છે કે, મનસુખ માંડવીયાને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રમોશન મળતાં તેમણે આ નિવેદન આપ્યું હતું. જેને પગલે પાટીદારોમાં રાજકારણ ગરમાયું હતું. તેમજ પાટીદાર નેતાઓના આ મુદ્દે અલગ અલગ નિવેદનો જે તે સમયે સામે આવ્યા હતા. ત્યારે હવે હાર્દિક પટેલે પણ આ મુદ્દે મૌન તોડ્યું છે અને નિવેદન આપ્યું છે.