કોરોના બાદ પોસ્ટ કોવિડમાં મ્યુકરમાઇક્રોસિસની બીમારીએ માથું ઉચક્યું છે. ખાસ કરીને ડાયાબિટીશના કોવિડ પેશન્ટમાં આ બીમારી વધુ જોવા મળી રહી છે. હાલ અમદાવાદમાં જ સિવિલમાં કરમાઇકોસીસના 125 જેટલા દર્દી સારવાર હેઠળ છે. મ્યુકરમાઈકોસીસ રોગમાં મૃત્યુ દર બહુ ઉંચો છે. જાણીએ દર 100 દર્દીએ કેટવા લોકો દર્દી મ્યુકરમાઇકોસિસના કારણે જીવ ગુમાવે છે.


કોવિડ-19ની બીમારીથી સાજા થયેલા એવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બમારી જોવા મળી રહી છે. જે લોકો પહેલાથી ડાયાબિટીશની સમસ્યાથી પીડિત છે અને તેમને કોવિડને માત આપવા માટે સ્ટીરોઇડના વધુ ડોઝ આપવા પડયાં હોય. આવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બીમારી જોવા મળી રહી છે. આ રોગનો મૃત્યની શક્યતા કેટલી છે જાણીએ


અમદાવાદમાં હાલ આ રોગના 125થી વધુ દર્દી દાખલ છે. તો વડોદરા, રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવતાં અહીં આવા પેશન્ટ માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.  પ્રથમ આ રોગ થવાનું કારણ શું છે તે જાણીએ તો . મ્યુકોરમાઇકોસિસમાં મોંમાં સડો થાય છે. છે.  સામાન્ય સંજોગોમાં સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરા વતા દર્દીને મ્યુકોરમાઇકોસિસ ફૂગ  અસર કરતી નથી. કોરોનાથી રિકવર થયેલા એવા લોકોમાં આ રોગ જોવા મળી રહ્યો છે. જેને કોવિડ દરિયાન હાઇ ડોઝ  સ્ટીરોઇડ આપવાની ફરજ પડી હોય. આ સ્થિતિમાં તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને આ સ્થિતિમાં  ફૂગ શરીરમાં ઘૂસીને સક્રિય બની જાય છે.


આ રોગમાં મૃત્યુદર ઊંચો


મ્યુકરમાઇકોસિસની બીમારીનો ઇલાજ જો શરૂઆતમાં સ્ટેજમાં ન થાય તો દર્દીના મૃત્યુની શક્યતા રહે છે. નિષ્ણાત ડોક્ટરના જણાવ્યાં મુજબ આ રોગમાં 25થી 30 ટકા દર્દી મૃત્યુ પામે છે. હાલ અમદાવાદ સિવિલમાં સરેરાશ 10થી12 કેસ મ્યુકરમાયકાઇસિસના નોંધાય છે. તો અત્યાર સુધીમાં સિવિલમાં 50 જેટલા ઓપરેશન થયા છે. આ રોગ ચેપી નથી પરંતુ તેનો ઇલાજ ઘર પર શક્ય નથી. મ્યુકરમાઇકિસના દર્દીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે.