કિંશાશા: પૂર્વી કાંગોના ગોમા શહેર વિસ્ફોટથી હચમચી ઉઠ્યું હતું. વિસ્ફોટમાં 32 ભારતીય શાંતિ રક્ષકો ઘાયલ થયા હતા, જ્યારે એક માસૂમનું મોત થયું હતું. વિસ્ફોટવાળી જગ્યાની પાસે એક મસ્જિદના ઈમામ ઈસ્માઈલ સલૂમે કહ્યું કે ત્રણ શાંતિ રક્ષકોના મોત થયા છે. પરંતુ હાલ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઈમામે જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ સાંભળ્યા પછી તે ઘટના સ્થળે ભાગ્યો અને જોયું કે સૌથી વધુ સૈનિકો ઘાયલ થયા છે.


વિસ્ફોટ વિશે હાલ કોઈ જાણકારી મળી શકી નથી. ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે જે જગ્યા વિસ્ફોટ થયો, ત્યાં ભારતીય શાંતિ રક્ષક રોજની જેમ અભ્યાસ કરી રહ્યા હતા. યૂએન મિશનના પ્રવક્તાએ કહ્યું કે હાલ ઘટના પાછળ કોઈ સ્થાનીક સમૂહનો હાથ છે કે કોઈ આતંકી હુમલો હતો, તેની શોધ કરવામાં આવી રહી છે.