ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરવા માટે 4 ખાનગી લેબને મંજૂરી આપવામાં આવી છે. તેમાં 3 અમદાવાદની છે જ્યારે 1 સુરતની લેબ છે.
- યૂનિપેથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિમિટેડ, 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડનની પાસે, એલિસબ્રિજ, અમદાવાદ
- સુપ્રાટેક માઇક્રોપૈથ લેબ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ પ્રા.લિ., અમદાવાદ
- એસ.એન. જનરલ લેબ પ્રા.લિ., નાનપુરા, સુરત
- પેંગેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લિ. એલિસબ્રિજ, અમદાવાદ
સરકાર તરફથી ગુજરાતની 4 સહિત કુલ 35 ખાનગી લેબની યાદી જાહેર કરવામાં આવી છે જ્યાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરાવી શકાય. આ લેબમાં દિલ્હીમાં 6, હરિયાણામાં 3, કર્ણાટકમાં 2, મહારાષ્ટ્રમાં 9, ઓડિશામાં 1, તમિલનાડુમાં 4, તેલંગાનામાં 5 અને પશ્ચિમ બંગાળમાં 1 લેબનો સમાવેશ થાય છે. આમ, કુલ 9 રાજ્યમાં 35 ખાનગી લેબોને ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.