Fact Check:સોશિયલ મીડિયા પર ટ્રેન દુર્ઘટનાના નામે ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝ આવા જ કેટલાક વીડિયોનું સત્ય જાહેર કર્યું છે. હવે ગુજરાતમાં ટ્રેન દુર્ઘટનું કહીને એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં પાટા પરથી ઉતરેલી ટ્રેનના એન્જિન અને કોચ જોઈ શકાય છે. કેટલાક યુઝર્સ આને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, ગુજરાતમાં ટ્રેન દુર્ઘટનામાં 350 લોકોના મોત થયા છે, જ્યારે 580 મુસાફરો ઘાયલ થયા છે.
વિશ્વ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું છે કે તાજેતરમાં ગુજરાતમાં આવો કોઈ ટ્રેન અકસ્માત થયો નથી. વાયરલ વીડિયો જુલાઇ 2024માં ઝારખંડમાં થયેલા ટ્રેન અકસ્માતનો છે. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા હતા.
વાયરલ પોસ્ટ
થ્રેડ યુઝર rajesh_pandit_06 એ 11 ફેબ્રુઆરીના રોજ વીડિયો (આર્કાઇવ લિંક) સાથે શેર કર્યો હતો. તેના પર લખેલું છે.
"ગુજરાતમાં બહુ મોટો અકસ્માત થયો હતો જેમાં 350 લોકોના મોત, 580 ઘાયલ થયા હતા, શેર કરો, આખી ટ્રેન પલટી ગઈ"

તપાસ
વાયરલ દાવાની ચકાસણી કરવા માટે, અમે વીડિયોનો સ્ક્રીનશોટ લીધો અને તેને ગૂગલ લેન્સથી સર્ચ કર્યો. આને લગતા સમાચાર એવન્યુ મેઈલ નામની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાં ટ્રેન અકસ્માતની તસવીર અપલોડ કરવામાં આવી છે. 30 જુલાઈ 2024ના રોજ પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, 30 જુલાઈના રોજ ચક્રધરપુર ડિવિઝનના બારાબામ્બો સ્ટેશન પાસે હાવડા-CSMT મુંબઈ મેઈલ પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.
-સમાચારમાં અપલોડ કરાયેલી તસવીર અને વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ જોયા બાદ સ્પષ્ટ થાય છે કે બંને તસવીરો એક જ ટ્રેન દુર્ઘટનાની છે.
30 જુલાઈ, 2024 ના રોજ મની કંટ્રોલની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ વિડિયો જોઈ શકાય છે. આ મુજબ ઝારખંડના ચક્રધરપુર પાસે હાવડા-સીએસએમટી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.
-30 જુલાઈ, 2024ના રોજ ANIની યુટ્યુબ ચેનલ પર આનાથી સંબંધિત વીડિયો સમાચાર પણ જોઈ શકાય છે.
-આ પછી અમે ગૂગલ પર કીવર્ડ્સ વડે આ વિશે સર્ચ કર્યું. 24 ડિસેમ્બર 2024ના રોજ, દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના નોન-પેસેન્જર કોચના પૈડા ગુજરાતમાં કીમ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
#WATCH किम, गुजरात: दादर-पोरबंदर सौराष्ट्र एक्सप्रेस के पटरी से उतरने के बाद बहाली का काम जारी है।
इंजन के बगल में लगे गैर-यात्री कोच (VPU) के चार पहिए पटरी से उतर गए थे। pic.twitter.com/hNGfCgKlJ8
— ANI_HindiNews (@AHindinews) December 24, 2024
ગુજરાતમાં તાજેતરમાં થયેલા ટ્રેન દુર્ઘટનામાં 350 લોકો માર્યા ગયા હોવાના દાવા સંબંધિત શોધમાં અમને કોઈ રિપોર્ટ મળ્યો નથી. અમે આ બાબતે ગુજરાતી દૈનિક જાગરણના સહયોગી સંપાદક જીવન કપુરિયાનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે ,અહીં આવી કોઈ દુર્ઘટના થઈ નથી. આ વીડિયો પણ ગુજરાતનો નથી.
ખોટા દાવાની સાથે વીડિયો ને શેર કરનાર થ્રેડ યુઝર ની પ્રોફાઇલને અમે સ્કેન કરી. પ્રોફાઇલને અમે સ્કેન કરી, યુઝરના 100 ફોલોવર્સ છે.
તાજેતરમાં આવી અનેક ખોટી પોસ્ટ મુકીને ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, તાજેતરમાં બાલાસોર ટ્રેન અકસ્માતના જૂના વીડિયો શેર કરવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે અકસ્માતમાં 200 લોકોના મોત થયા હતા. અમારી તપાસમાં આ દાવો ખોટો હોવાનું જણાયું હતું. આ સિવાય લખનૌ અને બિકાનેરમાં યોજાયેલી મોક ડ્રિલનો વીડિયો વાસ્તવિક ટ્રેન અકસ્માત તરીકે શેર કરવામાં આવ્યો હતો. એ જ રીતે ચીલીમાં ટ્રેન દુર્ઘટનાનો જુનો વીડિયો વંદે ભારત ટ્રેનનો અકસ્માત હોવાનો દાવો કરીને ખોટી રીતે ફેલાવવામાં આવ્યો છે, ક્યારેક ચેન્નાઈમાં તો ક્યારેક લખનૌમાં. તે જ સમયે, રાજસ્થાનના અજમેરમાં ટ્રેન અકસ્માતના ખોટા દાવા સાથે હૈદરાબાદના એક જૂના અકસ્માતનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
તારણઃ ગુજરાતમાં તાજેતરમાં આવો કોઈ ટ્રેન અકસ્માત થયો નથી. ઝારખંડમાં ટ્રેન અકસ્માતનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક વિશ્વાસ ન્યૂઝ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)