સુરક્ષા દળોએ મંગળવારે સાંજે એક આતંકીને ઠાર માર્યો હતો. જ્યારે બિલ્ડિંગમાં બે અન્ય આતંકીઓ છૂપાયા હોવાની આશંકાને ધ્યાનમાં લઇને સૈન્ય કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. જ્યારે મંગળવારે શોપિયામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો જેમાં એક જવાન સહિત સાત અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
સોમવારે સવારે કેટલાક આતંકવાદીઓ આ ઈમારતમાં ઘૂસી ગયા છે. આશંકા છે કે આતંકીઓ ઈમારતની પાછળથી નદીના રસ્તે આવ્યા હશે. ઘૂસ્યા પછી આતંકીઓએ ઈમારતમાં એક રૂમમાં આગ લગાવી હતી. જે બાદ સુરક્ષાબળોએ ઈમારતની ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. પછી સતત ફાયરિંગ ચાલુ છે.