નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ વખતે ઉત્તર પ્રદેશમાં દશેરાની ઉજવણી કરશે. પીએમ મોદી દશેરાના દિવસે 2 કલાક લખનઉમાં રોકાણ કરશે. પીએમ નરેંદ્ર મોદી હાલ લખનઉ એરપોર્ટ પહોચ્યા છે. ત્યાંથી સીધા રાજભવન જશે.
એરપોર્ટ પર મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. રાજ ભવનથી નીકળીને નરેંદ્ર મોદી સાંજે 6 વાગ્યે એશબાગ રામલીલા મેદાન પહોંચી ચૂક્યા છે. તેમના સાથે રાજ્યપાલ પણ છે. પીએમે અહીં રામ-લક્ષ્મણ અને હનુમાનને તિલક લગાવીને તેમની આરતી કરી હતી. રાવણના પુતળાને મોદી સામે સળગાવવામાં આવશે નહીં, કારણ કે આવુ સુરક્ષાના કારણોસર કરવામાં આવી રહ્યું છે, કારણ મેદાન નાનું છે. પ્રધાનમંત્રી મોદીને ગદા, ધનુષ, રામચરિત્ર માનસ, પીતળથી બનેલ એક સુદર્શન ચક્ર અને રામનામી દુપટ્ટો ભેંટ આપવામાં આવ્યો હતો.
મંચ પર પીએમને પાઘડી પણ પહેરાવવામાં આવી હતી. મોદીને તુલસીદાસની એક દુર્લભ ફોટો પણ ભેંટ આપવામાં આવ્યો હતો. આ ફોટો વિશે કહેવામાં આવ્યું છે કે આ ફોટોનું પેન્ટિંગ શાહજહાંએ તુલસીદાસને પોતાના દરબારમાં બોલાવીને પેન્ટિંગ બનાવ્યું હતું. ઓરિજિનલ પેંટિંગ કાશી મહારાજના દરબારમાં છે. પીએમ મોદીને જે કૉપી આપવામાં આવી છે તે તેની ફોટોકૉપી છે.
PMએ પોતાના ભાષણની શરૂઆત ‘જય શ્રી રામ’ના નારા સાથે કરી હતી. મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. તેમને કહ્યું, મને એશબાગમાં આવવાનો મોકો મળ્યો, તે મારા માટે સદનસીબની વાત છે. આપણે બધાંએ રાવણ દહનથી બોધ મેળવવો જોઈએ. આપણા અંદરના રાવણને પણ આજના દિવસે ખતમ કરવો જોઈએ. એટલે કે સમાજ અને દેશના રાવણને ખતમ કરવો પડશે. અને દશેરાએ હિસાબ કરો કે આજના દિવસે કેટલી ખરાબીઓને દૂર કરી..
પીએમે વધુમાં કહ્યું કે, આતંકવાદ માનવતાનો દુશ્મન છે. આતંકવાદ વિરુદ્ધ પહેલી લડાઈ જટાયૂએ લડી.. જટાયૂ એક સ્ત્રીના સમ્માન માટે લડ્યા હતો. આતંકવાદ વિરુદ્ધ આખા દેશને લડવું પડશે.
પીએમે કહ્યું- દુનિયાને 9/11ના આતંકી હુમલા પછી આતંકવાદની સમજ આવી છે. આતંકવાદની કોઈ સીમા નથી હોતી. આતંકવાદને મદદ કરનારાઓને છોડવામાં આવશે નહીં. આતંકવાદ વિરુદ્ધ એક થઈને લડાઈ લડવી પડશે.
પીએમે કહ્યું કે, આપણે પુત્ર અને પુત્રીઓમાં અંતરને ખતમ કરવું પડશે. ગર્ભમાં ઉછળી રહેલી સીતાને બચાવવી આપણી જવાબદારી છે. ઓલંપિકમાં પુત્રીઓએ આપણું માન વધાર્યું. કૂખમાં બેટીઓને મારનાર રાવણને ખતમ કરી આપણા ઘરમાં સીતાના જન્મ દિવસ પર જશ્ન મનાવવો જોઈએ. હિંદુ હોય કે મુસ્લિમ, શિખ હોય કે ઈંસાઈ, કોઈ પણ ધર્મના કેમ ના હોય, બેટીઓનું સમ્માન થવું જોઈએ. મહિલાઓને 20મી સદીમાં ન્યાય મળવો જોઈએ.
આ અવસરે રાજનાથ સિંહે પણ કહ્યું કે, પીએમ મોદીએ ભ્રષ્ટાચારને ખતમ કર્યો છે. તેમને દુનિયામાં ભારતનું સિર ઉંચુ કર્યું છે. પીએમે મજબૂત અને દમદાર ભારત બનાવ્યું છે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, હું લખનઉનો વતની હોવાના કારણે એર વાર ફરી પીએમ મોદીનું સ્વાગત કરું છું.
મંચ પર મેયર દિનેશ શર્મા, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ભાષણ આપશે, ત્યાંથી પીએમ મોદી દિલ્લી માટે રવાના થશે.