મધ્યપ્રદેશ: દેશમાં લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરો પોતાના વતન જઈ રહ્યા છે. આની વચ્ચે તે મજૂરોની સાથે રોડ અકસ્માતના સમાચારો સતત સામે આવી રહ્યાં છે. હવે મધ્ય પ્રદેશમાં સાગર જિલ્લાથી લગભગ 70 કિલોમીટ દૂર સાગર-કાનપુર હાઈવે પર પર શ્રમિકોને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવતાં હતા તે સમયે એક ટ્રક સવારે પલટી ખાઈ ગયો હતો. આ ઘટનામા પાંચ મજૂરોના મોત નિપજ્યાં હતાં અને અન્ય 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.


પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના શનિવારે સવારે લગભગ 10 વાગે બની હતી. છાનબીલા પોલીસ વિસ્તારમાં સાગર-કાનપુર હાઈવે પર સેમરા પુલની પાસે શ્રમિકોને લઈ જવામાં આવતો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો. આ ઘટનામાં પાંચ  મજૂરોના મોત નિપજ્યાં હતાં અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરૂષો સામેલ છે. શ્રમિકો ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં જઈ રહ્યાં હતાં. એએસપીએ જણાવ્યું હતુ કે, ટ્રકમાં કપડાંના બંડલો ભરેલા હતા જેની પર શ્રમિકો સવાર હતાં. જોકે મૃતકો અંગે વધુ જાણકારી મેળવવાના પ્રયત્નો ચાલુ છે. આ સાથે જ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.