Jammu Kashmir Encounter: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાંચ જવાનો શહીદ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે. સેનાએ શુક્રવારે કહ્યું કે રાજૌરી સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ સૈનિકો શહીદ થયા છે. વહેલી સવારે બે જવાનો શહીદ થયા હતા. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
પીટીઆઈએ સેનાના ઉત્તરી કમાન્ડને ટાંકીને કહ્યું હતું કે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો જેમાં બે સૈનિકો શહીદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા જેમાં એક અધિકારી પણ સામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 5 મેના રોજ સવારે લગભગ 7:30 વાગ્યે એક સર્ચ પાર્ટીએ એક ગુફામાં છુપાયેલા આતંકવાદીઓના જૂથને શોધી કાઢ્યું અને એન્કાઉન્ટર થયું. આતંકવાદીઓએ જવાબી કાર્યવાહીમાં વિસ્ફોટક ગોળીબાર કર્યો હતો. જેમાં એક અધિકારી સહિત ચાર જવાન ઘાયલ થયા હતા અને સવારે બે જવાન શહીદ થયા હતા. અન્ય ઘાયલોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે વધુ 3 જવાનો શહીદ થયા છે. આ રીતે આ અથડામણમાં કુલ 5 જવાનો શહીદ થયા છે.
ઈજાગ્રસ્ત જવાનો પૈકી ત્રણ જવાનોએ બાદમાં દમ તોડી દીધો હતો. નજીકના વિસ્તારોમાંથી વધારાની ટીમોને એન્કાઉન્ટર સ્થળ પર મોકલવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓના જૂથે વિસ્તારને ઘેરી લીધો છે. ઘણા આતંકવાદીઓની જાનહાનિ થવાની આશંકા છે. ઓપરેશન ચાલુ છે. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.