Encounter in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે સવારે સુરક્ષા દળોએ આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી જેમાં બે જવાન શહીદ થયા હતા. જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) મુકેશ સિંહે જણાવ્યું હતું કે એન્કાઉન્ટરમાં એક અધિકારી સહિત 4 જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર જિલ્લાના કાંડી જંગલ વિસ્તારમાં શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.






પીટીઆઈએ સેનાના ઉત્તરી કમાન્ડને ટાંકીને કહ્યું હતું કે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો જેમાં બે સૈનિકો શહીદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા જેમાં એક અધિકારી પણ સામેલ છે.






સેનાએ જણાવ્યું છે કે આસપાસના વિસ્તારોમાંથી વધારાની ટીમોને એન્કાઉન્ટર સ્થળ પર મોકલવામાં આવી છે. ઘાયલ જવાનોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે.


Manipur Violence: મણિપુર હિંસાના નકલી વીડિયોને લઇને ભારતીય સેના એલર્ટ, તોફાનીઓ વિરુદ્ધ સરકારનું કડક વલણ


Manipur Unrest: મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં મૈઇતી સમુદાયને સામેલ કરવાની માંગ સાથે હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. ઈમ્ફાલ, ચુરાચાંદપુર અને અન્ય વિસ્તારોમાં આદિવાસીઓ અને મૈઇતી વચ્ચે અથડામણની ઘટનાઓ બની રહી છે. હિંસાને જોતા સરકારે તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે ભારતીય સેના પણ એલર્ટ મોડ પર છે. સેનાએ લોકોને રાજ્યમાં સુરક્ષાની સ્થિતિ સાથે જોડાયેલા નકલી વીડિયો અંગે સતર્ક રહેવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે  અમિત શાહ સતત મણિપુર હિંસા પર નજર રાખી રહ્યા છે.


નકલી વિડિયોમાં આસામ રાઈફલ્સ પોસ્ટ પર હુમલાનો વીડિયો પણ સામેલ છે જેને હિંસા ભડકાવવા માટે શેર કરવામાં આવી રહ્યો છે. સેનાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર અને વેરિફાઇડ સ્ત્રોતોના સમાચારો પર વિશ્વાસ કરે. અહીં હિંસક ટોળાએ ઘણાં ઘરો, દુકાનો અને ધાર્મિક સ્થળોને આગ ચાંપી દીધી છે. ઇમ્ફાલમાં એક ધારાસભ્ય પર પણ હુમલો થયો હતો.