શ્રીનગરઃ છેલ્લા 12 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં લશ્કર અને જૈશના પાંચ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર બે જગ્યાએ ચાલી રહ્યું હતું અને 12 કલાકમાં પાંચ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ કમાન્ડર અને આતંકવાદી ઝાહિદ વાની અને પાકિસ્તાનના આતંકવાદીઓનો સમાવેશ થાય છે.


ઘાટીના પુલવામા જિલ્લામાં ગઈકાલે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી હતી.પોલીસને જિલ્લાના નિયારા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું.






બડગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર


બીજી તરફ, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. આતંકવાદીઓ અંધારાનો લાભ લઈને ભાગી ન જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઓપરેશન આર્મીની 53-RR (રાષ્ટ્રીય રાઈફલ્સ) બડગામ પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચોઃ Investment Tips: SIP માં પૈસા લગાવતી વખતે નવા રોકાણકારો કરે છે આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન


Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર


Gujarat Corona Death: ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં શું છે ચિંતાની વાત ? લોકોમાં કેમ