India Corona Cases Today: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ નોંધાયા, 800થી વધુ લોકોના મોત

Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,407 નવા કેસ નોંધાયા છે, જ્યારે 804 લોકોના મોત થયા છે. 

gujarati.abplive.com Last Updated: 12 Feb 2022 09:30 AM
અત્યાર સુધીમાં લગભગ 172 કરોડ ડોઝ અપાયા

અત્યાર સુધીમાં દેશમાં 172 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઇકાલે 46 લાખ 82 હજાર 662 ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારબાદ અત્યાર સુધી વેક્સિનના 172 કરોડ 29 લાખ 47 હજાર 688 ડોઝ અપાઇ ચૂકી છે.

એક્ટિવ કેસ ઘટીને છ લાખ 10 હજાર 443 થયા

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને છ લાખ 10 હજાર 443 થઇ ગઇ છે. આ મહામારીથી જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને પાંચ લાખ 7 હજાર 981 થઇ ગઇ છે.

800થી વધુ લોકોના મોત

બ્રેકગ્રાઉન્ડ

Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,407 નવા કેસ નોંધાયા છે, જ્યારે 804 લોકોના મોત થયા છે.  દેશમાં એક્ટિવ કેસ ઘટીને 6,10,443 થઈ ગયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,07,981 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,36,962 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી 5,07,981 લોકોના મોત થયા છે. તે સિવાય દેશમાં દૈનિક પોઝિટીવ રેટ 3.48 ટકા થયો છે. અત્યાર સુધીમાં  દેશમાં 1,72,29,47,688 લોકોને વેક્સિન આપવામાં આવી છે. 



- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.