INLD નેતા અભય ચૌટાલાએ હરિયાણાના સિરસામાં મતદાન કર્યું. ત્યારે આ દરમિયાન તેઓએ કહ્યું કે, હરિયાણામાં ભાજપ સત્તા બહાર થઇ જશે. અને અમારા સમર્થન વિના હરિયાણામાં સરકાર નહીં બની શકે.
હરિયાણાના જનનાયક જનતા પાર્ટીના નેતા દુશ્યંત ચૌટાલા તેના પરિવાર સાથે ટ્રેક્ટર લઈને મતદાન કરવા પહોંચ્યા હતા. હરિયાણાની ચરખી દાદરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રેસલર બબીતા ફોગટ અને તેની બહેન ગીતા ફોગટે પરિવાર સાથે મદતાન કર્યું હતું. હરિયાણાની કૈઠલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલાએ પત્ની સાથે મતદાન કર્યું હતું.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, ભાજપ સરકારે વાયદાઓ પૂરા કર્યા નથી. હવે હરિયાણામાં લોકોનો ઝૂકાવ કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યો છે. અહી કોંગ્રેસની સરકાર બનશે અને હાઈકમાન્ડ મુખ્યમંત્રી નક્કી કરશે.