નવી દિલ્હી: આજે સમગ્ર દેશની નજર મહારાષ્ટ્ર અને હરીયાણા વિધાનસભા ચૂંટણીના પરીણામ પર છે. પરંતુ આ સાથે જ 18 રાજ્યોની 51 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો પર મતગતરી શરૂ છે. સવારથી જ મતગણતરીના આધારે હવે બેઠકોના વલણ શરૂ થયા છે. આ બેઠકો પર સોમવારે થયેલા મતદાનમાં આશરે 56.84 ટકા મતદાન થયું હતું.

વિધાનસભાની સાથે મહારાષ્ટ્રની સતારા લોકસભા બેઠક અને બિહારની સમસ્તીપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી.
ઉત્તરપ્રદેશની 11 વિધાનસભા બેઠકોના પરિણામ આવી રહ્યા છે જેમાં ગંગોહ, રામપુર, ઈગલાસ, લખનઉ કૈંટ, ગોવિન્દનગર, માનિકપુર, પ્રતાપગઢ, જૈદપુર, જલાલપુર, બલહા અને ઘોસી બેઠક સામેલ છે. 2 વાગ્યા સુધીના અપડેટ મુજબ 7 બેઠકો પર ભાજપ, 2 પર સપા, 1 પર બસપા અને 1 બેઠક પર આપના દળ આગળ ચાલી રહ્યા છે.

બિહારની 5 વિધાનસબા બેઠકોના પરિણામ આવી રહ્યા છે જેમાં કિશનગંજ, સિમરી બખ્તિયારુપર, દરોંદા,નાથનગર અને બેલહર વિધાનસભા બેઠક સામેલ છે. 2 વાગ્યા સુધીના અપડેટ મુજબ 2 બેઠકો પર આરજેડી, 1 પર જેડીયૂ, 1 પર અન્ય અને 1 બેઠક પર આઈએમઆઈમ આગળ ચાલી રહ્યું છે.

આસામની 4 વિધાનસભા બેઠકોના પરિણામ આવી રહ્યાં છે જેમાં રંગપારા, સોનારી, રતબારી અને જનિયા બેઠક સામેલ છે. જેમાં 3 પર ભાજપ અને 1 પર આઈયૂડીએફ આગળ ચાલી રહ્યું છે.
હિમાચલ પ્રદેશની 2 વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે જેમાં ધર્મશાળા અને પચ્છાદ બેઠક સામેલ છે. આ બંને બેઠકો પર ભાજપ આગળ છે.
તમિલનાડૂની 2 વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે જેમાં વિક્રવંદી અને નાનગુનેરી સામેલ છે. આ બંને બેઠકો પર AIADMK આગળ છે.
પંજાબની 4 વિધાનસભા બેઠકોની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે જેમાં ફગવાડા, જલાલાબાદ, મુકેરિયાં અને દાખા સામેલ છે. જેમાં 3 બેઠકો પર કૉંગ્રેસ અને 1 બેઠક પર શિરોમણી અકાલી દળ આગળ છે.
કેરળની 5 વિધાનસભા બેઠકોનાચૂંટણીના પરિણામ આવી રહ્યા છે જેમાં તિરૂવનંતપુરમ,અરૂર, કોન્ની, અર્નાકુલમ અને મંજેશ્વરમ સામેલ છે.
સિક્કિમની 3 વિધાનસભા બેઠકોના ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે જેમાં પોકલોક કામરંગ, ગંગટોક અને મરતામ-રૂમટેક સામેલ છે. જેમાં 2 બેઠકો પર ભાજપ જ્યારે એક બેઠક પર સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા આગળ છે .
રાજસ્થાનની 2 વિધાનસભા બેઠકોના ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે જેમાં મંડાવા અને નાગૌરની ખીંવસર સામેલ છે. જેમાં 1 બેઠક પર આરએલપી અને 1 બેઠક પર કૉંગ્રેસ આગળ છે.
અરૂણાચલની પ્રદેશની ખોંસા પશ્ચિમ બેઠક પર નિર્દલીય ઉમેદવાર આગળ છે.
મધ્યપ્રદેશી ઝાબુઆ બેઠક પર કૉંગ્રેસ આગળ છે.
ઓડિશામાં બારગઢ જિલ્લાની બીજેપુર બેઠક પર બીજેડી ઉમેદવાર આગળ છે.
છત્તીસગઢની ચિત્રકુટ બેઠક પર કૉંગ્રેસ આગળ છે.
પુડુચેરીની કામરાજનગર બેઠક પર કૉંગ્રેસ આગળ છે .
મેધાલયની શેલ્લા બેઠક પર યૂનાઈટેડ ડેમોક્રેટિક આગળ છે.
તેલંગણાની હુઝૂરનગર બેઠક પર તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટી આગળ છે.
વિધાનસભાની સાથે મહારાષ્ટ્રની સતારા લોકસભા બેઠક અને બિહારની સમસ્તીપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી. મહારાષ્ટ્રની સતારા બેઠક પર એનસીપીના ઉમેદેવાર આગળ છે, જ્યારે બિહારની સમસ્તીપુર બેઠક પર એલજેપીના ઉમેદવારની જીત થઈ છે.