ચંડીગઢ: કૉંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ હૂડા JJP અને અપક્ષોના સંપર્કમાં છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું છે કે મારી પાસે સત્તાની ચાવી છે. ચૌટાલાએ કહ્યું કે જનતાએ ભાજપની વિરુદ્ધમાં મત આપ્યા છે. હવે આ નિવેદનનો અર્થ છે કે દુષ્યંત ચૌટાલાએ કોંગ્રેસની સાથે જવાના સંકેત આપ્યા છે.
હરીયાણામાં કૉંગ્રેસ કર્ણાટકની જેમ મુખ્યમંત્રીની અધ્યક્ષતા JJPને સોંપી સરકાર બનાવી શકે છે. જો આવું થશે તો JJP તેના ઉદય પહેલા પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીની ખુરશી પર પહોંચી જશે. જે એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોમાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં આવતી જોવા મળી રહી છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં, JJPએ હરિયાણાના રાજકારણમાં મજબૂત પકડ બનાવી લીધી છે અને તેની પહેલી ચૂંટણીમાં 10 બેઠકો જીતીતી દેખાય રહી છે. જો હરિયાણાની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને બહુમતી નહીં મળે તો JJP નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
હરિયાણામાં સત્તા માટે ખેલ શરૂ, JJPએ કૉંગ્રેસની સાથે જવાના આપ્યા સંકેત
abpasmita.in
Updated at:
24 Oct 2019 04:03 PM (IST)
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોમાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં આવતી જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -