PoKથી આવેલા 5300 કાશ્મીરી પરિવારો માટે મોદી સરકારે કરી મોટી જાહેરાત, મળશે સાડા પાંચ લાખ રૂપિયા
abpasmita.in | 09 Oct 2019 05:51 PM (IST)
આ 5300 પરિવારોના નામ શરૂઆતમાં વિસ્થાપિતોના લિસ્ટમાં સામેલ નહોતા, પરંતુ હવે સરકારે તેમના નામ લિસ્ટમાં સામેલ કરવાનો ફેંસલો લીધો છે અને તેમને આર્થિક સહાયતા આપવામાં આવશે.
નવી દિલ્હીઃ આજે કેબિનેટની મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)થી વિસ્થાપિત થઈને ભારતના વિવિધ રાજ્યોમાં વસેલા 5300 કાશ્મીરી પરિવારોને દિવાળી ભેટ આપી છે. આ પરિવારોને કેન્દ્ર તરફથી સાડા પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. વિસ્થાપતો કાશ્મીરો આવીને વસી શકે તે માટે ઘણા લાંબા સમયથી માંગ ઉઠતી હતી. આ 5300 પરિવારોના નામ શરૂઆતમાં વિસ્થાપિતોના લિસ્ટમાં સામેલ નહોતા, પરંતુ હવે સરકારે તેમના નામ લિસ્ટમાં સામેલ કરવાનો ફેંસલો લીધો છે અને તેમને આર્થિક સહાયતા આપવામાં આવશે. આ પરિવારોમાંથી કેટલાક પરિવારો 1947માં ભાગલા વખતે આવ્યા હતા, જ્યારે અમુક કાશ્મીરના વિલય બાદ અને કેટલાક પીઓકેમાંથી ભારતમાં આવીને વસ્યા હતા. 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઓકેથી આવેલા લોકો માટે 5.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ લાભ મળ્યો નહોતો. હવે કેન્દ્ર સરકારે આ પરિવારોને પણ સહાયતા રકમ આપવાને મંજૂરી આપી દીધી છે. ફરી રડાવી શકે છે ડુંગળી, આ કારણે આવ્યો ભાવમાં ઉછાળો, જાણો વિગતJio બ્રોડબેન્ડ યૂઝર્સ માટે માઠા સમાચાર, ફ્રીમાં નહીં મળે કેબલ TV સબસ્ક્રિપ્શન, આ છે કારણવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ સિસ્ટમથી શું નાખુશ છે કોહલી ? જાણો વિગતે