DELHI : ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કેબિનેટે 4G સેવાથી વંચિત દેશના 24,680 ગામડાઓને 4G સેવા આપવા માટે 26,316 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. તેનો અમલ પાંચ વર્ષમાં કરવામાં આવશે. સરકાર તરફથી BSNLને આપવામાં આવેલ રાહત પેકેજ હાલની સેવાની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે. તેમજ 4જી મોબાઈલ સેવા દૂરના વિસ્તારોમાં પૂરી પાડવામાં આવશે અને કંપની આર્થિક રીતે સક્ષમ બની શકશે.


ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ
2021 માં તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓને સંતૃપ્ત કરવાની હાકલ કરી હતી. કેન્દ્રીય કેબિનેટે કુલરૂ.26,316 કરોડના ખર્ચે દેશભરના ગામડાઓમાં 4G મોબાઇલ સેવાઓના સંતૃપ્તિ માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે અંતર્ગત ગુજરાતના 540  દૂરના અને મુશ્કેલ વિસ્તારમાં આવેલા ગામોને 4જી મોબાઈલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.


2G/3G કનેક્ટિવિટી ધરાવતા 6,279 ગામોને 4Gમાં અપગ્રેડ કરવામાં આવશે
આ પ્રોજેક્ટ દૂરના અને મુશ્કેલ વિસ્તારોમાં આવેલા 24,680 ગામડાઓમાં 4G મોબાઇલ સેવાઓ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટમાં પુનર્વસન, નવી વસાહતો, હાલના ઓપરેટરો દ્વારા સેવાઓ પાછી ખેંચી લેવા વગેરેના કારણે 20% વધારાના ગામોનો સમાવેશ કરવાની જોગવાઈ છે. વધુમાં, માત્ર 2G/3G કનેક્ટિવિટી ધરાવતા 6,279 ગામોને 4Gમાં અપગ્રેડ કરવામાં આવશે.


પ્રોજેક્ટ ખર્ચ રૂ.26,316 કરોડ
આ પ્રોજેક્ટ BSNL દ્વારા આત્મનિર્ભર ભારતના 4G ટેક્નોલોજી સ્ટેકનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે અને તેને યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. પ્રોજેક્ટ ખર્ચ રૂ.26,316 કરોડમાં કેપેક્સ અને 5 વર્ષના ઓપેક્સનો સમાવેશ થાય છે.


BSNL પહેલેથી જ આત્મનિર્ભર 4G ટેક્નોલોજી સ્ટેકની જમાવટની પ્રક્રિયામાં છે, જે આ પ્રોજેક્ટમાં પણ તૈનાત કરવામાં આવશે.


ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી વધશે 
આ પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવાના સરકારના વિઝન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રોજેક્ટ મોબાઈલ બ્રોડબેન્ડ દ્વારા વિવિધ ઈ-ગવર્નન્સ સેવાઓ, બેંકિંગ સેવાઓ, ટેલી-મેડિસિન, ટેલી-એજ્યુકેશન વગેરેના વિતરણને પ્રોત્સાહન આપશે અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરશે.


 



View Pdf