મુંબઈ: લોકડાઉનની વચ્ચે દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે મહારાષ્ટ્રમાં નવા 552 કેસ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 5218 પર પહોંચી છે. આ આંકડો દેશભરમાં સૌથી વધુ છે.



મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 251 લોકોના મોત થયા છે. આજે 150 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા હવે 722 થઈ છે. બીએમએસીએ જણાવ્યું કે મંગળવારે મુંબઈની ધારાવીમાં 12 નવા કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. આ વિસ્તારમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 179 થઈ છે જેમાં 12 મોત પણ સામેલ છે.

આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્ય સરકારે મુંબઈ અને પુણેમાં લોકડાઉનમાં છુટ આપવાના નિર્ણયને રદ્દ કર્યો છે કારણ કે લોકો જવાબદારી સાથે વ્યવહાર નથી કરી રહ્યા. રાજ્યના અન્ય ભાગમાં આંશિક છુટ આપવામાં આવશે.