સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યું, દેશભરમાં કોરોના વાયરસનાના અત્યાર સુધી કુલ 18,601 કેસ નોંધયા છે. દેશના 61 જિલ્લામાં 14 દિવસથી કોઈ કેસ નોંધાયા નથી. પ્રતાપગઢમાં 28 દિવસથી કોઈ કેસ સામે આવ્યો નથી.
ICMRએ જણાવ્યુ કે, કોરોનાના અત્યાર સુધી 4 લાખ 49 હજાર 810 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે, 35,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 201 પરીક્ષણ ICMRમાં કરવામા આવ્યા જ્યારે બાકીના 6076 ટેસ્ટ 86 ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રેપિડ કીટ પર હાલ સ્ટે મુકવામાં આવ્યો છે. હવે તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો કે નહીં તે અંગે દિશા નિર્દેશ બહાર પાડવામાં આવશે.