નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 549 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 5734 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 166 લોકોના મોત થયા છે. કાલથી આજ સુધીમાં કુલ 17 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 473 લોકો સારવાર લઈ સાજા થયા છે.



કરનાલ (હરિયાણા) માં 'એડોપ્ટ એ ફેમિલી' અભિયાન અંતર્ગત, 13,000 જરૂરીયાતમંદ પરિવારોને જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે 64 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે.



કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે પી.પી.ઇ.નો ઉપયોગ ફક્ત ગંભીર કેસોમાં જ કરવો જરૂરી છે. પીપીઇનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકાને સમજવા માટે, કૃપા કરીને ફક્ત સરકારી વેબસાઇટ્સ પર જાઓ. પી.પી.ઇ., માસ્ક અને વેન્ટિલેટરની સપ્લાય હવે શરૂ થઈ ગઈ છે. પી.પી.ઇ. માટે ઓર્ડર મુકાયા છે અને પુરવઠો શરૂ થઈ ગયો છે. 49,000 વેન્ટિલેટર મંગાવાયા છે.



કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે ભારતમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો પુરવઠો છે. ભવિષ્યના અંદાજોને ધ્યાનમાં રાખીને જ તેમની નિકાસ કરવામાં આવી રહી છે.