બિહાર સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારે જણાવ્યું કે, રાજ્યમાં આજે કોરોના પોઝિટિવ મામલા સામે આવ્યા છે. જેમાં સિવાનમાં એક જ પરિવારના 10 લોકો સામેલ છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત મામલાની સંખ્યા 51 થઈ છે.
આ પરિવારના સભ્યો તાજેતરમાં જ ઓમાનથી પરત ફર્યા હતા. જેના કારણે તેમને ત્યાંથી ચેપ લાગ્યો હોવાની શક્યતા વધારે છે. ઓમાનથી પરત ફર્યા બાદ પરિવારના સભ્યોએ થોડા દિવસો બાદ તાવ, શરદી, ઉધરસની ફરિયાદ કરી હતી.
કોરોનાના સંક્રમણ મામલે સિવાન જિલ્લો ટોચ પર છે. થોડા દિવસો પહેલા જ સિવાનના સિવિલ સર્જનને સરકાર હટાવી દીધા હતા, જે પછીના ગણતરીના જ દિવસોમાં જિલ્લામાંથી કોરોના વાયરસના સૌથી વધારે દર્દી મળી આવ્યા છે. જેના કારણે સિવાન કોરોનાનું હોટસ્પોટ બન્યું છે.