5G in India: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસમાં દેશના 13 શહેરો માટે 5G સેવાઓ શરૂ કરી શકે છે. સંચાર મંત્રાલયના નેશનલ બ્રોડબેન્ડ મિશનએ શનિવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ભારતમાં 5G સેવાઓ શરૂ કરશે.


નેશનલ બ્રોડબેન્ડ મિશનએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે માનનીય વડાપ્રધાન ભારતમાં 5G સેવાઓ શરૂ કરવા કરશે. સ્પેક્ટ્રમ સોંપણી પત્ર જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર તરફથી 5G લોન્ચ કરવાની તૈયારી માટે વિનંતી કરવામાં આવી છે.


પ્રથમ તબક્કામાં 13 શહેરોમાં 5G શરૂ થશે


5G લોન્ચના પ્રથમ તબક્કામાં 13 શહેરોને ફાયદો થશે, જેમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. દેશની રાજધાની દિલ્હી ઉપરાંત આર્થિક રાજધાની મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, ચંડીગઢ, ગુરુગ્રામ, હૈદરાબાદ અને લખનઉ ઉપરાંત પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગર જેવા શહેરો પણ પ્રથમ તબક્કામાં 5Gનો લાભ લઈ શકશે. આ પછી તબક્કાવાર રીતે આ સેવાઓનો સમગ્ર દેશમાં વિસ્તરણ કરવામાં આવશે.


jio એ સૌથી વધુ બોલી લગાવી


DoT એ સ્પેક્ટ્રમની હરાજી માટે ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, અદાણી ડેટા નેટવર્ક અને વોડાફોન આઈડિયા પાસેથી રૂ. 17,876 કરોડ એકત્ર કર્યા છે. DoT ને 5G સ્પેક્ટ્રમની હરાજી દરમિયાન રૂ. 1.5 લાખ કરોડની બિડ મળી હતી, જેમાં મુકેશ અંબાણીની Jio ટોચની બિડર તરીકે ઉભરી આવી હતી.


આ પહેલા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારત ઓક્ટોબર સુધીમાં 5G સેવાઓ શરૂ કરવાની સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોન્ચ થયા બાદ 5G સેવાઓમાં વધારો કરવામાં આવશે. ઓગસ્ટમાં 5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ થયા પછી વૈષ્ણવે ટેલિકોમ કંપનીઓને 5G લોન્ચ માટે તૈયાર રહેવા વિનંતી કરી હતી. હવે 5G લોન્ચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, સંભવતઃ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં વડાપ્રધાન તેને લોન્ચ કરશે.


બેસ્ટ 5 ફોન જે ચાલશે 5G નેટવર્ક પર, એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલમાં મળી રહ્યા છે 15 હજાર કરતા પણ ઓછામાં!


Amazon Free Delivery: સુરત સહિત દેશના 50 શહેરમાં એમેઝોન કરે છે 4 કલાકમાં ફ્રી ડિલીવરી, જાણો કયા લોકોને મળશે ફાયદો