ઓગસ્ટ સુધી 7.43 કરોડ લોકો કોનાથી સંક્રમિત હતા
‘લેન્સેટ ગ્લોબલ હેલ્થ’માં પ્રકાશિત સર્વેક્ષણના સામે આવે પરિણામમાં જનસંખ્યાનો એક મોટો ભાગ કોરોના વાયરસની ઝપેટમાં આવવાના કેસ અતિવંસદનશીલ ગણાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતના મોટાભાગના રાજ્યોમાં કોરોનાનો પ્રસાર ત્યાર સુધી રહેશે જ્યાં સુધી કોમ્યુનિટી હર્ડ ઇમ્યુનિટી વિકસિત ન થઈ જાય. હવે આ કામ પ્રાકૃતિક રીતે થશે અથવા તો રસીકરણ દ્વારા.’
સીરો-સર્વે રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
રિપોર્ટ અનુસાર ઓગસ્ટ 2020 સુધીમાં દસ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લગભગ 15 લોકમાંથી એક વ્યક્તિને સાર્વ-સીઓવી-2 એટલે કે કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. મે અને ઓગસ્ટ 2020ની વચ્ચે કોરોનાના પ્રસારમાં 10 ગણો વધારો થયો. સીરો સર્વે અનુસાર લોકોના બ્લડ સેમ્પલની તપાસ કરી શરીરમાં કોરોના વાયરસ વિરૂદ્ધ થનાર એન્ટીબોડી વિકસિત વિશે જાણી શકાય છે. તેનાથી લોકો વાયરસની ઝપેટમાં આવ્યાનો ખુલાસો થાય છે. સીરો સર્વેના પરિણાના આધારે કોરોનાનો રોકવા અને તેના માટે રણનીતિ બનાવવામાં સરકાર અને નિષ્ણાંતોને મદદ મળે છે.