રાજોરી જિલ્લાના સિયોટની નજીક એક બસ કાબૂ ગુમાવી ખીણમાં ખાબકી હતી. રાજોરી પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસે જણાવ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ મૃતકો અને ઇજાગ્રસ્તોને સમગ્ર માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે બસ પૂંછના સુરાનકોટથી જમ્મુ તરફ જઇ રહી હતી. દુર્ઘટનાના કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બેદરકારીના કારણે દુર્ઘટના બની છે.