ઉત્તરપ્રદેશમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર ટ્રક અને બસ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે અંદાજે 34 લોકો ઈજાગ્રસ્ત કહી રહ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલ પોલીસ સ્થાનિક લોકોની સાથે સ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઇ છે.
મળતી માહિતી પ્રમાણે શનિવારે મોડી રાત્રે આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર મેનપુરીની પાસે પેસેન્જર્સ ભરેલી બસ પરનો કાબૂ ગુમાવાત એક ટ્રક સાથે જઈ અથડાઈ હતી. સ્થાનિક રિપોર્ટ્સના મતે આ ખાનગી બસ દિલ્હીથી વારાણસી જઇ રહી હતી.
અકસ્માતની માહિતી મળતાં જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા હતા. બસમાં ફસાયેલા કેટલાંય લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, ટ્રકમાં ખાનગી બસ ઘૂસી જતાં 7નાં મોત
abpasmita.in
Updated at:
21 Apr 2019 10:21 AM (IST)
ઉત્તરપ્રદેશમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર ટ્રક અને બસ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે અંદાજે 34 લોકો ઈજાગ્રસ્ત કહી રહ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -