પૂણ: ભાજપા અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે બોલિવૂડ અભિનેતા સની દેઓલ સાથે મુલાકાત કરી હતી. મહાષ્ટ્રના પૂણે એરપોર્ટ પર આ બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી. જો કે થોડા સમય માટે જ મુલાકાત થઇ હતી પરંતુ હવે સની દેઓલ લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ બન્નેની તસવીર પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

અમિત શાહ અને સની દેઓલ વચ્ચે થયેલી આ મુલાકાત બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે સની દેઓલ પંજાબના અમૃતસરથી ચૂંટણી લડી શકે છે. અમિત શાહ પોતાના રુટિન પ્રમાણે બારામતી આવ્યા હતા. જ્યારે તેઓ પૂણે એરપોર્ટ પર હતા ત્યારે તે સમયે સની દેઓલ પણ હતો. આ દરમિયાન બન્નેન લગભગ પાંચ મીનિટ માટે મુલાકાત થઈ હતી.


જો કે આ સોની દેઓલ રાજકારણમાં આવશે તે અંગે કોઈ ખુલાસો થયો નથી. પરંતુ તેમના પિતા ધર્મેન્દ્ર 2004માં ભાજપની ટિકિટ પરથી બિકાનેરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. ધર્મેન્દ્ર જ નહીં હેમા માલિની પણ ભાજપ સાથે જોડાયેલી છે અને તે હાલમાં મથૂરાથી ભાજપના ઉમેદવાર પણ છે.

ઉલ્લેખનીય છે કે 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને અમૃતસરના બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. જો કે જેટલીને કૉંગ્રેસના ઉમેદવાર કેપ્ટન અમરિંદર સિંહ સામે હાર મળી હતી. આ પહેલા આ સીટ પરથી નવજોત સિદ્ધૂ 2004 અને 2009માં ભાજપની ટિકિટ પરથી જીત મેળવી ચુક્યા છે.