નવી દિલ્લીઃ ત્રણ નવા રાજ્યપાલ અને એક ઉપરાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. નઝમા હેપતુલ્લા મણિપુર, વી.પી.સિંહ બડનોરને પંજાબ અને બનવારીલાલ પુરોહિતને અસમના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ બીજેપી નેતા જગદીશ મુખીને અંડમાન અને નિકોબારના ઉપરાજ્યપાલ બનાવામાં આવ્યા છે.

આમાથી અમુક નામોની ચર્ચા પહેલેથી જ કરવામાં આવી હતી. આ લીસ્ટમાં આનંદીબેન પટેલના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હાલ લીસ્ટમાં તેમનું નામ નથી. લોકો એવું જ અનુમાન લગાવી રહ્યા હતા કે, તેમને રાજ્યપાલ બનાવી શકાય છે. મીડિયામાં એવી ચર્ચા હતી કે, આનંદીબેનને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવશે.  પરંતું તેમની જગ્યાએ વી.પી. સિંહ બડનોરને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.