ત્રણ નવા રાજ્યપાલ અને એક ઉપરાજ્યપાલની નિયુક્તિ, આનંદીબેનને ક્યાંય સ્થાન નહિ
abpasmita.in | 17 Aug 2016 09:37 AM (IST)
નવી દિલ્લી: ત્રણ નવા રાજ્યપાલ અને અને એક ઉપરાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. નજમા હેપતુલ્લાને મણિપુર, વી.પી. સિંહ બડનોરને પંજાબ અને બનવારીલાલ પુરોહિતને અસમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સાથે જ ભાપના નેતા જગદીશ મુખીને અંડમાન નિકોબારના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આમાંથી અમુક લોકોના નામ પહેલેથી ચર્ચામાં હતા. જેમાં નજમા હેપતુલ્લાનું રાજ્યપાલ બનવાનું નક્કી માનવામાં આવતું હતું. આ વચ્ચે આનંદીબેન પટેલના નામની પણ ચર્ચા હતી. લોકોને હતું કે ગુજરાતના સીએમ પદેથી રાજીનામુ આપી દીધા પછી તેમને રાજ્યપાલનું પદ મળી શકે છે.