નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ છે. દિવસેને દિવસે હજારોની સખ્યામાં નવા મામલા સામે આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના પાંચ હજારથી વધારે મામલા સામે આવી ચુક્યા છે. સૌથી મોટી વાત છે કે દિલ્હી પોલીસના 75થી વધારે જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં સિપાહીથી લઈ ઈન્સ્પેક્ટર સુધીના અધિકારી સામેલ છે.

પોઝિટિવ પોલીસકર્મીમાં તબલીગી જમાત મામલાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચ ટીમના પાંચ લોકો પણ સામેલ છે. પોલીસ સ્ટેશનમાં તૈનાત, સ્પેશલ બ્રાંચમાં તૈનાત અને બાકી ડિવિઝનોમાં તૈનાત પોલીસકર્મીને કોરોનાનો ચેપ લાગ્યો છે.

પોલીસકર્મીમાં કોરોનાના મામલા વધ્યા બાદ દિલ્હી પોલીસે તેના કર્મચારીઓને દિલ્હીથી બહાર ન મોકલવા પડે તે માટે દિલ્હી સરકારે સ્કૂલ બિલ્ડિંગ્સ લઈ લીધી છે. જ્યાં ડ્યૂટી બાદ પોલીસકર્મીને રાખવામાં આવી રહ્યા છે.

દિલ્હી કોરોના સંક્રમિતોની સંખ્યામાં દેશમાં ત્રીજા સ્થાને છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં સંક્રમણના 5104 મામલા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 64 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યમાં 1448 લોકો સાજા થઈ ગયા છે.