નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાના કેસોમાં દિવસે દિવસે વૃદ્ધિ થઇ રહી છે, કેન્દ્ર અને રાજ્ય સરકારો એક્ટિવ થઇ છે. આ મામલે હવે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાજ્યમાં લૉકડાઉની સમયમર્યાદા વધારીને 29મી મે કરી દીધી છે.

રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે ફેંસલો કર્યો છે કે રાજ્યમાં કૉવિડ-19ના કેસો સતત વધી રહ્યો છે, વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલમાં જે લૉકડાઉન ચાલુ છે, તેને 17 મેથી વધારનીને 29 મે સુંધી કરી દેવામાં આવ્યુ છે. આમ કરનારુ તેલંગાણા દેશની પ્રથમ રાજ્ય છે.

મુખ્યમંત્રી કેસીઆરે મંગળવારે જણાવ્યુ કે તેલંગાણામાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 1095 કેસો નોંધાયા છે, આમાં 628 દર્દીઓ ઇલાજ બાદ રિકવર થયા છે. મંગળવારે રાજ્યમાં 11 નવા કેસો સામે આવ્યા અને કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 439 પર પહોંચી ગઇ હતી. આમ સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ લૉકડાઉન લંબાવવાનો ફેંસલો કર્યો હતો.



મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના લોકોએ સાંજે 6 વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓની ખરીદી પુરી કરી લેવી જોઇએ, અને તેમને ઘરે પહોંચી જવુ જોઇએ. સાંજે 7 વાગ્યા બાદ રાજ્યમાં કરફ્યૂ લાગુ થશે. જો કોઇ બહાર નીકળશે તો પોલીસ કાર્યવાહી કરશે.