ચેન્નાઈ: તમિલનાડુમાં એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 9 લોકોના મોત થઈ ગયા છે. આ આગ શિવકાશીની ફટાકડાની ફેક્ટરીમાં લાગી છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે જ્યારે ફટાકડા ગાડીમાં ભરવામાં આવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.


આ ઘટનામાં 20થી વધારે ગાડીઓને નુકસાન પહોંચ્યું છે અને ફટાકડાના ગોડાઉનની નજીક આવેલી હોસ્પિટલને પણ નુકસાન પહોંચ્યું છે. આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તે તમામ લોકોની ઓળખ કરી દેવામાં આવી છે. આ આગની ઘટનાની ઝપેટમાં આવેલી હોસ્પિટલને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી હતી. ફાયરના અધિકારીઓએ આગ ઉપર કાબૂ મેળવી લીધો છે. તમિલનાડુની શિવકાશી શહેર ફટાકડા માટે જાણીતું છે અને આવી ઘટના અહીં દર વર્ષે બને છે.