નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આજનો ફટકો આજીવન યાદ રહેશે. યૂપીના દિગ્ગજ નેતા રીતા બહુગુણા જોશીએ દિલ્લીમાં કોઈપણ જાતના દબાણને વશ થયા વગર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અમિત શાહે પોતાની હાજરીમાં યૂપીના દિગગ્જ નેતા રીતા બહુગણાને પાર્ટી જોઈન્ટ કરાવી હતી.
ઉત્તર પ્રદેશના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રીતા બહુગુણા જોશી પોતાના સમર્થકોની સાથે બીજેપી કાર્યાલય પહોંચ્યા અને ત્યાં અમિત શાહને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાંક સમયથી રીતા બહુગુણા જોશી કોંગ્રેસ પાર્ટીમાં પોતાને નજરઅંદાજ કરવાથી નારાજ હતા. મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂકેલા રીતા જોશીને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે થોડા સમય પહેલા થયેલા ફેરફારમાં કોઈ પણ જાતની જવાબદારી આપવામાં આવી નહોતી. જ્યારે બીજી બાજુ તેમના રહેતા પાર્ટીએ યૂપીમાં શીલા દીક્ષિતને ચૂંટણીના ચહેરા તરીકે જાહેર કર્યા હતા. અને ત્યારથી રીતા બહુગુણા બીજેપી જોઈન્ટ કરે તેવા અહેવાલ ફરતા થયા હતા.