નવી દિલ્લી: યુપી એટીએસે નોઈડાના હિંડન વિહાર સ્થિત હિંડન એપાર્ટમેંટમાં દરોડો પાડી નવ શકમંદોની ધરપકડ કરી છે. પોલીસના મુજબ, આ લોકો નક્સલી છે, જે દિલ્લી અને આસપાસના વિસ્તારમાં કોઈ મોટો ક્રાઈમ કરવાની ફિરાકમાં હતા. આ લોકો કમાંડોના ડ્રેસમાં હતા.

તેમની પાસેથી 6 હથિયાર અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. યુપી એટીએસ, એનએસજી અને દિલ્લી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

એક નક્સલી જાસુસ પરથી આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ છેલ્લા 2-3 મહિનાથી તેઓ અહિંયા રોકાયેલા હતા, અને તેઓ પાંચ મોટા નક્સલી નેતાઓના સંપર્કમાં હતા. હાલ પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.