મુંબઈના બાંદ્રા ટર્મિનલ રેલવે સ્ટેશન પર રવિવારે નાસભાગમાં નવ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ટ્રેનમાં ચડવાની રેસ દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી. ઘાયલ લોકોને મુંબઈની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર, નાસભાગમાં ઘાયલ 9 લોકોમાંથી 2ની હાલત ગંભીર છે. આ ઘટના સવારે 5.56 વાગ્યે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર બની હતી. ટ્રેન 22921 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ભીડમાં ચડવાની હોડ લાગી હતી આ સમયે નાસભાગ મચી જતાં 9 લોકોને ઇજા પહોંચી છે.
અધિકારીએ જણાવ્યું કે, ઘાયલોની ઓળખ શબ્બીર અબ્દુલ રહેમાન (40), પરમેશ્વર સુખદર ગુપ્તા (28), રવિન્દ્ર હરિહર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29), સંજય તિલકરામ કાંગે (27), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (27) તરીકે થઈ છે. 18), તેમની ઓળખ મોહમ્મદ શરીફ શેખ (25), ઈન્દરજીત સાહની (19) અને નૂર મોહમ્મદ શેખ (18) તરીકે થઈ છે.
દિવાળીના તહેવારને પરિવાર સાથે અને માદરે વતનમાં મનાવવામા માટે લોકો તેમના વતનમાં જતાં હોવાથી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો થયો છે. હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટ્યાં છે.દિવાળી, છઠ પૂજામાં વતન જતા મુસાફરોની ભીડ જામી છે. ઉત્તર પ્રદેશ, બિહાર જતા મુસાફરોથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રેનના સમય કરતા 24 કલાક પહેલા મુસાફરો સ્ટેશન પહોંચી જાય છે. કલાકો પહેલા યાત્રિકો સ્ટેશન પહોચી જતાં હોવાથી પ્લેટફોર્મ પર ભારે ભીડ થઇ જાય છે. દિવાળીની રજા પડતા લોકો વતનની વાટ પકડતા હોવાથી રેલવે સ્ટેશન પર કિડીયારુ ઉભરાણું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
તો બીજી તરફ અમદાવાદના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. માદરે વતનમાં દિવાળી કરવા માટે જતાં લોકોના કારણે અમદાવાદના ગીતા મંદિર ઇસ્કોન સહિતના બસ સ્ટોપ પર કિડિયાળું ઉભરાણું હોય તેવી દ્રશ્યો સર્જાયા છે. બજારમાં પણ દિવાળીના કારણે ભારે ભીડ જોવા મળી રહી છે.અમદાવાદના અલગ અલગ બજારોમાં દિવાળીના તહેવારોની ખરીદી માટે ભીડ જોવા મળીરહી છે. અમદાવાદના લાલ દરવાજા માર્કેટ ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. મધ્યમ વર્ગના લોકો માટેનો લાલ દરવાજા માર્કેટ ખરીદી માટે પસંદગીનું સ્થળ છે. હજારોની સંખ્યામાં ગ્રાહકો દિવાળીના તહેવારની ખરીદી કરવા અહી જાય છે. જેના કારણે અહી માર્કેટમાં ભારે ભીડ જોવા મળે છે.