નવી દિલ્હીઃ પાકિસ્તાનની ટીમ 9 ખેલાડીઓઓ કોરોના પોઝિટિવ આવ્યા છતાં બાકીના ખેલાડીઓની સાથે ઇંગ્લેન્ડ સીરીઝ રમવા જશે. શનિવારે લાહોરથી લંડન રવના થશે ટીમ. પાકિસ્તાન ટીમના ખેલાડી રવિવારે ત્યાં પહોંચી જશે. આ વાતની જાણકારી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી ટ્વીટ કરવામાં આવી છે.

જણાવીએ કે, ખેલાડીઓને લાહોરની એક 5 સ્ટાર હોટલમાં રાખવામાં આવ્યા છે. જે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને ઘરે મોકલવામાં આવ્યા છે અને મેડિકલ ટીમ તેમના પર સતત નજર રાખી રહી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે તે 29 ખેલાડીઓની સાથે ઇંગ્લેન્ડ જશે. હાલમાં 19 ખેલાડી અને સપોર્ટસ્ટાફ ઇંગ્લેન્ડ રવાના થઈ રહ્યો છે. પાકિસ્તાન ટીમ રવિવારે ઇંગ્લેન્ડ પહોંચી રહી છે. આ વાતની જાહેરાત ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી પણ કરવામાં આવી છે. પાકિસ્તાનના ખેલાડીઓએ ઇંગ્લેન્ડ પહોંચીને પહેલા ડર્બીશાયરમાં 14 દિવસ સુધી કોરેન્ટાઈન રહેવું પડશે.