વિશ્વમાં કોરોના વાયરસનો કહેર  છે. આ દરમિયાન વેક્સિનના કારણે કોરોના વાયરસને નાથવાની આશા છે. વિશ્વના અમુક કોરોના રસી આપવાની યોજના બનાવી લીધી છે. આ દરમિયાન ઉત્તર આયરલેંડની 90 વર્ષીય મહિલા યુકેના સામૂહિક રસીકરણ કાર્યક્રમની શરૂઆતમાં ફાઈઝર-બાયોએનટેક કોવિડ વેક્સિન લગાવનારી વિશ્વની પ્રથમ વ્યક્તિ બની ગઈ હતી.


ઉત્તર આયરલેંડની 90 વર્ષીય મહિલા માર્ગરેટ કીનનને ટ્રાયલ અંતર્ગત વિશ્વમાં પ્રથમ કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. તેણે કહ્યું, ‘કૉવેંટ્રીની યુનિવર્સિટી હોસ્પિટલમાં કોરોના વાયરસની વેક્સિન હાંસલ કરે વિશેષાધિકારનો અનુભવ થયો.’ યુકેમાં 80 વર્ષથી વધારે ઉંમરના લોકો ઉપરાંત કેટલાક સ્વાસ્થ્ય અને દેખભાળ કરતાં કર્મચારીઓનું રસીકરણ કરાશે. તેનો ઉદ્દેશ સૌનું જીવન ફરીથી સામાન્ય કરવાનો છે.



વિશ્વની પ્રથમ કોરોના રસી લીધા બાદ કીનને કહ્યું, વિશ્વમાં કોરોના વાયરસની પ્રથમ રસી લેવાથી મને વિશેષાધિકારનો અનુભવ થઈ રહ્યો છે. આ મારા માટે સૌથી સારો જન્મદિવસ છે. હવે હું નવા વર્ષમાં મારા પરિવાર અને મિત્રો સાથે સમય વીતાવવા માટે તત્પર છું. હું મારી દેખભાળ રાખતાં કર્મચારીઓનો આભાર માનું છું.

બ્રિટનમાં કેર હોમ્સમાં રહેતા લોકો અને કર્મચારીઓને સૌથી પહેલા રસીનો ડોઝ અપાશે. જે બાદ 80 વર્ષથી વધુની ઉંમરના સ્વાસ્થ્યકર્મીઓને રસી અપાશે. આ પછી અનુક્રમે 75 વર્ષથી મોટા, 70 વર્ષથી મોટા લોકોને વેક્સિન અપાશે. જે બાદ 65 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. આ પછી અનુક્રમે 18 થી 65 વર્ષના લોકો, 60 વર્ષથી વધુની ઉંમરના અને છેલ્લે 55થી વધુ વર્ષના લોકોને રસી અપાશે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેનકોકે જણાવ્યું, હું તમામને વિનંતી કરું છું કે વાયરસને ખતમ કરવામાં પોતાના તરફથી યોગદાન આપે અને નિયમોનું પાલન કરો. આ સપ્તાહ ઐતિહાસિક હશે. કારણકે અમે વેક્સિન આપવાનું કામ શરૂ કરી રહ્યા છીએ. જલદી વાયરસ પર કાબુ મેળવી લઇશું તેવી આશા છે.