નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોન લેનારાઓને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું કે, એમએસએમઈ લોન, શૈક્ષણિક, હોમ, કન્ઝ્યુમર, ઓટો, ક્રેડિટ કાર્ડ બાકી, પ્રોશેળન અને કન્ઝપ્શન લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવામાં આવશે. સરકારી સોગંદનામા અનુસાર 6 મહિનાના લોન મોરેટોરિયમ સમયમાં બે કોરડ રૂપિયા સુધીની લોનના વ્યાજના વ્યાજ પર છૂટ આપવામાં આવશે. કેન્દ્રએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં વ્યાજ છૂટનો ભાર સરકાર વહન કરકે એ જ માત્ર સમાધાન છે. તેની સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું કે, આ માટે સંસદની મંજૂરી લેવામાં આવસે.


કેન્દ્રની પેનલની ભલામણો બાદ વ્યાજ માફ ન કરવાનું વલણ બદલાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને લોનધારકોની મદદ કરવાના નિર્દેશ બાદ Ex CAG રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં પહેલા કહ્યું હતું કે, તે વ્યાજ માફ ન કરી શકે અને આ બેંકોને અસર કરશે. હવે આ મામલે આગામી સુનાવણી 5 ઓક્ટોબરે થશે.

આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે, તે જુદા જુદા ક્ષેત્ર માટે કેટલીક નક્કર યોજના લઈને કોર્ટમાં આવેસ કોર્ટે આ કેસને વારંવાર ટાળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે 31 ઓગ્સટ સુધી એનપીએ થયેલ લોન ડિફોલ્ટરોને એનપીએ જાહેર ન કરવાના વચગાળાના આદેશને ચાલુ રાખવા કહ્યું હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહ એમ ત્રણ જજોની બેંચે કરી રહી છે.