West Bengal Blast News: પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં વિસ્ફોટમાં TMCના બે કાર્યકરોના મોતના મોટા સમાચાર સામે આવ્યા છે. મિદનાપુર જિલ્લાના કોંટાઈમાં TMC નેતા અભિષેક બેનર્જીની બેઠક પહેલા ભૂપતિનગરમાં બ્લાસ્ટ થયો હતો. આ સાથે જ વિસ્ફોટ સ્થળથી દોઢ કિમી દૂર તૃણમૂલ બૂથ પ્રમુખનો મૃતદેહ મળી આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસી નેતા રાજકુમારના ઘરે થયો હતો.
આ બોંબ વિસ્ફોટમાં ટીએમસી કાર્યકર્તા ઘાયલ પણ થયા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મિદનાપુર પોલીસ સ્થળ પર પહોંચી છે. હાલ વિસ્ફોટની તસવીર પણ સામે આવી છે. તસવીરો પરથી વિસ્ફોટ કેટલો ખતરનાક હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ ઘટના રાત્રે 11 વાગ્યાની છે.
ભાજપનો ગંભીર આરોપ
બીજી તરફ હવે આ મામલે રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે TMC નેતા રાજકુમારના ઘરે સ્વદેશી બોમ્બ બનાવવામાં આવી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે આગામી મહિનામાં પંચાયતની ચૂંટણી છે અને ટીએમસી આ હંગામો કરવાની તૈયારી કરી રહી છે. ભાજપે આ મામલાની NIA તપાસની પણ માંગ કરી છે. આ દુર્ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટીએમસીના બૂથ અધ્યક્ષ રાજકુમાર અને વિશ્વજીત ગાયનના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં પોલીસ અને ટીએમસીના નેતાઓ તરફથી આ મામલે કોઈ નિવેદન બહાર આવ્યું નથી. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પણ ઉત્તર 24 પરગનામાં ટીએમસીના નેતા સુકુર અલી પોલીસના હાથે હથિયારો સાથે ઝડપાયા હતા.
5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
- અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
- આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
- ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
- મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
- પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
- દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
- વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
- છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)