Bhagwant Maan Unknown Facts: ભગવંત માન એક એવું નામ છે જેણે મનોરંજનની દુનિયાથી લઈને રાજકારણની દુનિયામાં સફળતાનો સ્વાદ ચાખ્યો છે. તેમનો જન્મ પંજાબના સંગરુર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓએ પોતાની કોમેડીથી લોકોને ખૂબ હસાવ્યા હતા. આજે મુખ્યમંત્રી તરીકે એક વર્ષ પૂર્ણ થવા પર ચાલો અમે તમને તેમની સાથે જોડાયેલી ખાસ વાતોથી પરિચિત કરાવીએ.


કોમેડીની શરૂઆત શાળાથી થઈ


માને પ્રારંભિક શિક્ષણ ગામમાંથી જ મેળવ્યું હતું. બાદમાં તેણે 11મા ધોરણ માટે શહીદ ઉધમ સિંહ સ્કૂલમાં એડમિશન લીધું. અહીંથી જ તેમણે કલાકાર તરીકે પહેલું પગલું ભર્યું હતું. શરૂઆતના દિવસોમાં માન કોમેડિયન તરીકે પોતાના જોક્સથી લોકોને ખૂબ હસાવતા હતા. કહેવાય છે કે તે ટીવી એન્કર્સની ખૂબ સારી નકલ કરતાં હતા.


આ શોએ જીવન બદલી નાખ્યું


તેમના જીવનમાં સૌથી મોટો બદલાવ લાવવાનો શ્રેય ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ શોને જાય છે. આ શોએ તેને દેશભરમાં ફેમસ કરી દીધા. વર્ષ 2006માં પ્રસારિત થયેલા આ શોમાં માનની કોમિક ટાઈમિંગે લોકોના દિલ જીતી લીધા હતા. તે શો જીતી શક્યા ન હતાપરંતુ તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત વધી ગઈ હતી. કોમેડી શો સિવાય ભગવંત ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તેમણે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'મેં મા પંજાબ દી'માં પણ કામ કર્યું છે.


આ રીતે શરૂ થઈ રાજકીય સફર


ટીવી શો અને ફિલ્મો પછી ભગવંત રાજકારણની દુનિયામાં પ્રવેશ્યા. તેમણે મનપ્રીત સિંહ બાદલની પંજાબ પીપલ્સ પાર્ટી સાથે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે લેહરા બેઠક પરથી પોતાનું નસીબ અજમાવ્યુંપરંતુ તેઓ હારી ગયા. આ પછી મનપ્રીતે કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો.


2014માં પાર્ટી બદલી


ભગવંત 2014ની લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પછી તેઓ AAPની ટિકિટ પર સંગરુર સીટથી લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમણે જલાલાબાદ વિધાનસભા બેઠક પરથી તત્કાલીન ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ સામે ચૂંટણી લડી હતીપરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા. વર્ષ 2019માંતેઓ ફરીથી લોકસભાની ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા. વર્ષ 2022માં આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી લડી અને ભગવંતને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા. આ ચૂંટણીમાં AAPનો જાદુ કામ કરી ગયો અને આ શાનદાર જીત બાદ તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.