Fact Check: તાજેતરમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર એક નકલી મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડ પર વાર્ષિક બે ટકા વ્યાજ પર લોન આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે માત્ર તમારું આધાર કાર્ડ બતાવીને તમે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન મેળવી શકો છો અને આ માટે માત્ર કેટલાક મૂળભૂત દસ્તાવેજોની જરૂર પડશે. જો કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. સૂચના અને પ્રસારણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ પણ આ દાવાને ખોટો ગણાવ્યો છે.

Continues below advertisement

Continues below advertisement

પીઆઈબીએ સત્તાવાર ટ્વીટ દ્વારા લોકોને ચેતવણી આપી છે કે આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી અને આ મેસેજ ફોરવર્ડ કરવાનું ટાળો. નકલી લોન યોજનાનો આ મેસેજ લોકોને છેતરવા માટે ફેલાવવામાં આવી રહ્યો છે.

શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક 2 ટકા વ્યાજ પર લોન ઉપલબ્ધ છે?

તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનો અને તેમની વ્યક્તિગત માહિતી જેમ કે આધાર નંબર, બેન્ક વિગતો વગેરે મેળવવાનો હોઈ શકે છે. આવી છેતરપિંડીથી બચવા માટે એ ખૂબ જ જરૂરી છે કે કોઈપણ નાણાકીય યોજનાની માહિતી માત્ર સરકાર અથવા અધિકૃત સંસ્થાઓની સત્તાવાર વેબસાઇટ પરથી જ તપાસવામાં આવે. જો તમને આવો કોઈ મેસેજ મળે છે તો તેને નજરઅંદાજ કરો અને અન્ય લોકોને તેના વિશે જાગૃત કરો.

વધુમાં તમે સાયબર ક્રાઈમ બ્રાન્ચ અથવા સંબંધિત અધિકારીઓને તેની જાણ કરી શકો છો. સાવચેત રહો, સતર્ક રહો અને નકલી મેસેજની જાળમાં ફસાવાનું ટાળો.