મદ્રાસ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે પ્રેમમાં કરનારા યુવક અને યુવતી વચ્ચે ભેટવું અને કિસ કરવી સ્વાભાવિત વાત છે. જાતીય સત્તામણીના આરોપોનો સામનો કરી રહેલા યુવકને રાહત આપતા કોર્ટે આ ટિપ્પણી કરી છે.
લાઇવ લોના અહેવાલ મુજબ, અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ આનંદ વેંકટેશે કહ્યું હતું કે, IPCની કલમ 354-A (1) (i) હેઠળ ગુનો સાબિત કરવા માટે પુરુષ તરફથી શારીરિક સંપર્ક કરવો જરૂરી છે. કિશોરવસ્થામાં પ્રેમ સંબંધ ધરાવતા બે લોકો વચ્ચે કિસ કરવી અથવા ગળે લગાવવું સ્વાભાવિક છે. આ કોઈ પણ રીતે ગુનો નથી.
શું હતો મામલો?
વાસ્તવમાં સંથનગનેશ નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી દાખલ કરીને ઓલ વુમન પોલીસ સ્ટેશન તરફથી દાખલ કરવામા આવેલી તેમના વિરુદ્ધની એફઆઇઆર રદ્દ કરવાની માંગ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે અરજદારે ફરિયાદીને 13 નવેમ્બર 2022ના રોજ એક જગ્યાએ બોલાવી હતી. જે બાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારબાદ અરજદારે ફરિયાદીને ગળે લગાડીને કિસ કરી હતી.
આ ઘટના અંગે ફરિયાદીએ તેના માતા-પિતાને જાણ કરી હતી. આ પછી અરજદારને તેની સાથે લગ્ન કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે ના પાડી દીધી. આ પછી ફરિયાદીએ કેસ દાખલ કર્યો હતો.
અરજદાર નિર્દોષ છેઃ કોર્ટ
કોર્ટે આ કેસની સુનાવણી કરતા અરજદારને રાહત આપી હતી. કોર્ટે કહ્યું કે જે આરોપ લગાવવામાં આવ્યા છે તેને સત્ય માની લેવામાં આવે તો પછી અરજદાર વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ કરી શકાય નહીં. કોઈ કાનૂની કાર્યવાહીની જરૂર નથી.
'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી