ઘટનામાં બાળકી ખૂબ જ ખરાબ રીતે દાઝી ગઇ છે, તેમના શરીર પર કેટલીક ઇજા પણ છે. હાલ માસૂમ મોત સામે હોસ્પિટલમાં જંગ લડી રહી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
આરોપી બબલૂએ જણાવ્યું કે, તેમની પત્ની નિક્કી સાથે વારંવાર ઝઘડો થતો રહે છે. બબલૂ દારૂના નશામાં પત્ની નિક્કી સાથે મારઝૂડ કરતો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી પતિએ દીકરી અને પત્નીને પેટ્રોલ છાંટીને મારી નાખવાની કોશિશ કરી હતી. ઘટના સમયે પતિએ પેટ્રોલ પત્ની અને દીકરી તરફ ઉડાવ્યું. આગ લાગતા દીકરીની ચીસો સાંભળીને આડોશ પાડોશમાંથી લોકો પહોંચી ગયા અને દાઝી ગયેલી બાળકીને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડી હતી.