નવી દિલ્હીઃ ઓડિશાના ઝારસુગડા રેલવે સ્ટેશન પર એક પેસેન્જર ચાલતી ટ્રેનમાં ચડવાના ચક્કરમાં પાટા અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયો મુજબ, ચાલતી ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં પેસેન્જરનો પગ લપસી જાય છે અને ગબડીને પાટાની બાજુમાં પટકાય છે. તેને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

આ વ્યક્તિ જે રીતે પ્લેટફોર્મ અને પાટા વચ્ચે પડ્યો હતો તેના પરથી બચવાની શક્યતા નહીંવત હતી પરંતુ એવું ન થયું. પેસેન્જરને નાની મોટી ઈજા થઈ છે પરંતુ તે બચી ગયો છે. ટ્રેન પસાર થયા બાદ લોકોએ પેસેન્જરને ઉઠાવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.


બિપાશાએ હોટ તસવીર કરી શેર, રણવીર સિંહ સહિત બોલીવુડ સ્ટાર્સે કરી ખાસ કમેન્ટ, જાણો વિગત

ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો, વર્લ્ડકપ બાદ ટીમનો સાથ છોડશે આ ‘જાદુગર’, જાણો વિગત

અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ, વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન