નવી દિલ્હીઃ  દેશમાં કોરોના સંક્રણ (Corona Infection)ની ગતિ ઝડપથી વધી રહી છે. દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસ (coronavirus) ના નવા 2 લાખ કેસ સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર (Second Wave) પહેલા કરતાં પણ ખતરનાક છે. ડોક્ટોર અનાસર આ વખતે કોરોનાનું સંક્રમણ આંખ અને કાન પર સીધી અસર કરી રહી છે. આ વખતે નવો સ્ટ્રેન મુખઅય રીતે વાયરલ તાવની સાથે, ઝાડા, પેટમાં દુઃખાવો, ઉલ્ટી, ગેસ, એસિડિટી, ભૂખ ન લાગવી અને શરીરમાં કળતર જેવા લક્ષણો સાથે સામે આવ્યા હતા પરંતુ જેમ જેમ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે કેટલાક વધુ લક્ષણો સામે આવવા લાગ્યા છે.


કેજીએમયૂ અને એસજીપીજીઆઈ સહિત અનેય કોવિડ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીને જોવા અને સાંભળામાં મુશ્કેલી વધી ગઈ છે. આ સંસ્થાઓનાં ડોક્ટરોનું કહેવું છે , એવા અનેક દર્દી અમારી સામે આવ્યા છે જેમને બન્ને કાનમાં સાંભળવામાં મુશ્કેલી આવી રહી છે. ઉપરાંત કેટલાક કોરોના દર્દીને જોવામાં તકલીફ થવાની ફરિયાદ પણ કરી હતી. ડોક્ટરોનું કહેવું છે કે, ગંભીર સ્થિતિ થવા પર શરીરના અનેક અંગ પરભાવિત થવા લાગ્યા છે અને એવામાં કાન અને આંખ પર પણ અસર જોવા મળી રહી છે.


નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વખતે જે રીતે કોરોના પોતાનું રૂપ બદલી રહ્યો છે ત્યાર બાદથી ચિંતા વધી ગઈ છે. કોરોનાના વધતા કેસને જોયા બાદ ડોક્ટોરનું કહેવું છે કે બેદરકારીને છોડીને કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવું જ એક માત્ર ઉપાય છે. ડોક્ટોરનું કહેવું છએ કે, નવા વેરિયન્ટના કેસમાં રાહત આપનારી વાત એ છે કે આ નવો સ્ટ્રેન જો દર્દીની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો વધારે સમય સુધી નુકસાન નથી પહોંચાડતો અને વધુમાં વધુ પાંચથી છ દિવસમાં સ્થિતિ સામાન્ય થવા લાગે છે.


ડો. રામ મનોહર લોહિયા આયુર્વિજ્ઞાન સંસ્થાન, લખનઉમાં મેડિસિન વિભાગના અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સિંહ અનુસાર કોરોનાની બીજો સ્ટ્રેન ઝડપથી લોકોને બીમાર કરી રહ્યો છે. મોટેભાગે દર્દીમાં ઝાડા ઉલ્ટી, અપચો, ગેસ, એસિડિટી ઉપરાંત શરીર તૂટવું અને શરીરમાં કળતર તથા સાંભળવામાં તકલીફ જેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે.