જયપુર: કોરોના સંક્રમણ વધતા રાજસ્થાન (Rajasthan) સરકારે રાજ્યના તમામ શહેરોમાં રાત્રિ કરફ્યૂ (Night Curfew) લાદવાની જાહેરાત કરી છે. રાજ્યના તમામ શહેરોમાં સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરાઈ છે. આદેશ અનુસાર 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમામ શહેરોમાં દરરોજ 12 કલાક માટે કર્ફ્યુ લગાવવામાં આવશે.
રાજસ્થાનમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં બુધવારે 6200 લોકો કોરોનાથી (Coronavirus) સંક્રમિત થયા હતા અને વધુ 29 લોકોનાં મોત નીપજ્યાં હતા. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 3,81,292 કોરોના કેસની પુષ્ટિ થઈ છે અને 3,008 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં 3,33,379 દર્દીઓ સાજા થયા છે.
બોર્ડની પરીક્ષા સ્થગતિ
રાજસ્થાનના મુખ્યમુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok gehlot) આજે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે, કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડ, અજમેર દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ધોરણ 8, 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું પણ નક્કી કર્યું છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 38 લાખ 73 હજાર 825
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 23 લાખ 36 હજાર 036
- કુલ એક્ટિવ કેસ - 13 લાખ 65 હજાર 704
- કુલ મોત - 1 લાખ 72 હજાર 085
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 11 લાખ 79 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો......
શું આપનું બાળક કોરોના પોઝિટિવ છે? તો આ રીતે કરો સાર સંભાળ, ઝડપથી થશે રિકવર
દક્ષિણ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું ? જાણો