ઉલ્લેખનીય છે કે પૂનમ મહાજન મંગળવારે બીનામાં એક રેલવે ઓવરબ્રિજના ફાઉન્ડેશન માટે આવી હતી. તેને સાડા નવ વાગ્યે ભોપાલથી મુંબઈ માટે ફ્લાઈટ પકડવાની હતી, પરંતુ કાર્યક્રમમાં જ સાંજના સાત વાગી ગયા હતા. ભોપાલ ડિવિઝનના એક ઓફિસર પ્રમાણે મહાજન મંગળવારે રાત્રે ખાસ ટ્રેનથી ભોપાલના પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચી હતી. અંદાજે 1 કલાક 50 મિનિટમાં ટ્રેન બીનાથી ભોપાલ પહોંચી ગઈ હતી.
મળતી જાણકારી પ્રમાણે, આ ખાસ ટ્રેનમાં વેસ્ટ સેન્ટ્રલ રેલવેના ચીફ સિક્યોરિટી કમિશનર આર.કે. મલિકનું સલૂન હતું અને સેકન્ડ એસી કોચ હતો. એસી કોચમાં પૂનમ મહાજન અને રેલવેના કેટલાક અન્ય ઓફિસરો બેઠા હતા. એક જનરલ કોચમાં રેલવે પોલીસ ફોર્સના 100થી વધારે સૈનિકો હતા. મલિક અને પૂનમ મહાજન ભોપાલ ઉતરી ગયા હતા.