યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ધારાસભ્ય ત્રિપાઠીએ દાવો કર્યો હતો કે, પોતાની સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે. બીજી તરફ પોલીસ અધિકારી રામબદનસિંહે કહ્યું હતું કે. 40 વર્ષીય યુવતીએ 10 ફેબ્રુઆરીએ ફરિયાદમાં આક્ષેપ મૂક્યો છે કે તેના પર ભાજપના ધારાસભ્ય સહિત સાત લોકોએ હોટલમાં લઈ જઈને એક મહિના સુધી ગેંગરેપ કર્યો હતો. આ બળાત્કારના કારણે એક વખત તે ગર્ભવતી થઇ જતાં તેનો ગર્ભપાત કરાવી દીધો.
આ મામલે ભદ્રોહી પોલીસે આઇપીસીની કલમ 376 ડી, 313, 504, 506 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે, મહિલાને નિવેદન નોંધાવવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.