બિહારના ગોપાલગંજમાં પ્રેમલગ્નનો કરૂણ  અંજામ આવ્યો છે. એક યુવતીને તેની બહેનના દિયર સાથે પ્રેમ થયો, બંનેએ લગ્ન પણ કર્યા, જો કે લગ્ન બાદ આ યુવતી ખરાબ રીતે ફંસાઈ ગઈ. 


બિહારના છપરા જિલ્લાના તરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની ઘટના જાણીને તમારો પ્રેમથી વિશ્વાસ ઉઠી જશે. એક યુવતીને તેની બહેનના દિયર  સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમ પછી લગ્ન કર્યા, પણ લગ્ન બાદ એક માંગે બધા સંબંધો તોડી નાખ્યા. પ્રેમ લગ્ન થયા બાદ છોકરાએ દહેજની માંગણી કરી હતી. જ્યારે યુવતીના લોકોએ આપવાની ના પાડી તો તેણે પણ યુવતીને પત્ની તરીકે સ્વીકારવાની ના પાડી દીધી. 


પીડિત યુવતી તેના પિતા સાથે તરૈયા પોલીસ સ્ટેશન પહોંચી અને આ મામલામાં યુવક સહિત પાંચ લોકો પર આરોપ લગાવીને FIR  નોંધાવી. પીડિત યુવતીનું કહેવું છે કે તે તેના બનેવીના ભાઈ સોનુ કુમાર સાથે દોઢ વર્ષથી પ્રેમમાં હતી. બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. 15 એપ્રિલની રાત્રે સોનુ તેને મળવા ગામમાં આવ્યો હતો. તે જ સમયે ગ્રામજનોએ બંનેને વાંધાજનક હાલતમાં જોતા ગામમાં હોબાળો મચી ગયો હતો.


બાદમાં, મામલો શાંત પાડવા માટે, સ્થાનિક પ્રમુખ, સરપંચ અને ગ્રામજનોની સંમતિથી, બંનેએ મરહૌરા ગઢદેવી મંદિરમાં લગ્ન કર્યા. લગ્નના બીજા દિવસે છોકરો યુવતીને  છોડીને ભાગી ગયો હતો. 24 એપ્રિલે વરરાજા સોનુ કુમાર, રઘુનાથ સાહ, સાસુ મંજુ દેવી, ભાભી સોની દેવી અને વિનય સાહ છોકરીના ઘરે ગયા હતા. આ પછી યુવતીના પિતાને કહ્યું કે જો તમારે દહેજમાં બે લાખ રૂપિયા અને બાઇક જોઈએ તો જ તમારી દીકરીને સ્વીકારીશું. 


યુવક ગોપાલગંજ જિલ્લાના બરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. 2 મેના રોજ તેના પિતા કન્યાને લઈને તેના સાસરે પહોંચ્યા હતા. આરોપ છે કે ત્યાં વરરાજાએ તેને અને તેની પુત્રીને માર માર્યો હતો. હવે પીડિતા ન્યાય માટે ભટકી રહી છે.